19
૧૯ – સ્તુતિપાત્ર યહોવા
૧ | પરાત્પર આગળ કરો ગાન, | તે આકાશોમાં મહિમાવાન, |
ત્યાં ગાઓ તેનાં ગીત; | ||
હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો; | ||
સહુ માનો તેની પ્રીત. | ||
૨ | ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર, | |
ને આકાશનાં ઊંચાણ; | ||
ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન, | ||
તેણે કર્યાં નિર્માણ. | ||
૩ | ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન, | |
ફળઝાડો ને દેવદાર; | ||
ને સંધાં ઢોર ને પશુઓ, સર્વ જીવજંતુ, પક્ષીઓ, | ||
અને સઘળાં જાનદાર. | ||
૪ | ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ, | |
કન્યા તથા જુવાન; | ||
ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત, | ||
તે એકલો મહિમાવાન. | ||
૫ | ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ; | |
તેઓએ દેવું માન; | ||
ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન; | ||
ને તેનાં કરે ગાન. |