282

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૮૨ - તારણ માટે પ્રાર્થના

૨૮૨ - તારણ માટે પ્રાર્થના
મરાઠીમાં કર્તા: કે. આર. સાંગળે
અનુ. : જે. વી. એસ. ટેલર
રાગ : ભીમપલાસ
(તાલ : કેહરવા), કે
સારંગ (તાલ: દીપચંદી)
(પ્રભુ મજ તારણ દે પતિતાલા - એ મરાઠી ભજન પરથી)
ટેક: પ્રભુ મુજ, તારણ દે પતિતોને, તારણ દે પતિતોને.
પ્રભુ મુજ, તારણ દે પતિતોને.
પુણ્ય નથી, પ્રભુ મારી પાસે, પાપ ઘણાં મુજ માથે; પ્રભુ.
નિશદિનના તો બહુ અપરાધે છું અરિ દોષિત સાથે; પ્રભુ.
વૌદ્ય નથી, પ્રભુ, તુજ વિણ કોઈ, સાજો કર સૌ વાતે; પ્રભુ.
સર્વ સમર્થ ખરો તું, ત્રાતા, રાખ મને તુજ હાથે; પ્રભુ.
શું કરવું તે કહે, પ્રભુ નાથા, મૂર્ખ ઘણો છું જાતે; પ્રભુ.
તુજ સ્તવનો હું ત્યારે ગાઉં, સંતોની સંઘાતે; પ્રભુ.