174
૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર
ભજન | ||
કર્તા: | દાનિયેલ ડાહ્યાભાઈ | |
ટેક: | મારો ઈસુ બહુ છે સારો હાં, | |
તે તો સર્વ સુખનો અખૂટ ભંડાર જ મારો રે હોજી. | ||
૧ | તે તો દુ:ખિયા જનનો દિલાસિ હાં, | |
તે તો નોધારાનો આધાર, ખરેખર ખાસો રે હોજી. | મારો. | |
૨ | તે તો ભૂખ્યા જનનું ભાણું હાં, | |
તે તો તરસ્યા મનનું પાણી, દરિદ્રીનું નાણું રે હોજી. | મારો. | |
૩ | તે તો થાકેલાનો વિસામો હાં, | |
તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી. | મારો. | |
૪ | તે તો છાંયો તડકા સામે હાં, | |
તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી. | મારો. | |
૫ | તે તો વૈદ બીમારનો સારો હાં, | |
તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી. | મારો. | |
૬ | તે તો સંકટ સર્વ નિવારે હાં, | |
તે તો ફલેશીના ફલેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી. | મારો. |
Phonetic English
Bhajan | ||
Kartaa: | Daniel Dahyabhai | |
Tek: | Maaro Isu bahu che saaro haa, | |
Te to sarv sukhno akhut bhandaar aj maaro re hoji. | ||
1 | Te to dukhiyaa janano dilaasi haa, | |
Te to nodhaaraano aadhaar, kharekhar khaaso re hoji. | Maaro. | |
2 | Te to bhukyaa jananu bhaanu haa, | |
Te to tarasyaa mananu paani, daridrinu naanu re hoji. | Maaro. | |
3 | Te to thaakelaano visaamo haa, | |
Te to andh janoni aankho, garibno jaamo re hoji. | Maaro. | |
4 | Te to chaayo tadakaa saame haa, | |
Te to tofaan saame otho niraashrit maate re hoji. | Maaro. | |
5 | Te to vaid bimaarino saaro haa, | |
Te to bhatakelaano marg, prabhaatano taaro re hoji. | Maaro. | |
6 | Te to sankat sarv nivaare haa, | |
Te to faleshinaa falesho taade, hrudayne thaare re hoji. | Maaro. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. Johnson Daniel