180

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ

૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ
નારાય
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
અપાર લાભ ખ્રિસ્તથી સદાય ખ્રિસ્તમાં રહો,
વિજોગ દેહનો થતાં અનંત લાભને ગ્રહો,
સદા સુચાલ ખ્રિસ્તની ધરો બધાં સુકામમાં,
અનંત લાભ પામશો અપાર ઉચ્ચ ધામમાં.
સુગંધ જેમ ઊડતી, ગુલાબ ફૂલની સદા,
સદા સુભક્ત દેવના થજો સુચાલમાં બદ્ચા;
પ્રકાશ સૂર્યનો પડે, તિમિર દૂર થાય છે,
સુચાલ એ પ્રકાશ છે, પવિત્રતા મનાય છે.
અનાજ લૂણથી બધાં સુસ્વાદથી ખવાય છે,
પવિત્ર લોક લૂણ છે, સુધારનાર થાય છે.
વસેલ ગામ ડુંગરે, છૂપું કદી નહિ જ છૂપશે,
સુભક્ત એમ ખ્રિસ્તમાં, રહી જગે પ્રકાશશે.

Phonetic English

180 - Khristmaa Rahevaathi Laabh
Naaraayan
Kartaa: Thomaabhai Paathaabhai
1 Apaar laabh Khristthi saday Khristmaa raho,
Vijog dehano thataa anant laabhne graho,
Sadaa suchaal Khristni dharo badhaa sukaamamaa,
Anant laabh paamasho apaar uchch dhaamamaa.
2 Sugandh jem udati, gulaab phoolni sadaa,
Sadaa subhakt devanaa thajo suchaalamaa badchaa;
Prakaash suryano pade, timir dur thaay che,
Suchaal ae prakaash che, pavitrataa manaay che.
3 Anaaj lunathi badhaa susvaadathi khavaay che,
Pavitra lok lun che, sudhaaranaar thaay che,
Vasel gaam dungare, chupu kadi nahi aj chupashe,
Subhakt aem Khristmaa, rahi jage prakaashashe.

Image


Media - Composition By : Late Mr. Johnson Daniel