10
૧0 – હખેં પ્રભુની સેવા કરવી
૧ | ગાતાં ગાતાં બધાં આવો, | અમર રાગનાં ગીતો ગાઓ; |
દેવનો મોટો પ્રેમ વખાણો, | તેનાં મોટાં કામો માનો. | |
૨ | બાપના પ્રેમે ખબર લીધી, | ખ્રિસ્તને એવી આજ્ઞા દીધી; |
ડૂબેલાના તારનાર થાઓ, | પાપીઓનો ઉદ્વાર લાવો. | |
૩ | મોતના માર્ગથી તેમને વારો, | વે રીઓના હાથથી તારો; |
સતના ધારાઓ જણાવો, | સુખને ચીલે તેમને લાવો. | |
૪ | હવે, પાપી લોકો, માનો, | એનો પૂરો ઉદ્ધાર જાણો; |
હર્ખે પ્રેમની વાતો ઝાલો, | હર્ખે પ્રેમની સલાહી પાળો. | |
૫ | આવો ને ભરોસો રાખો, | ખ્રિસ્ત પર જીવનો બોજો નાખો |
તે તમારાં દુ:ખો લેશે, | ને તમો શાંતિ દેશે. | |
૬ | હે યહોવા, તારી વાણી, | અમે સાંભળી અને માની |
તું આપે તે અમે લઈએ, | તું માગે તે અમે દઈએ. |