479
૪૭૯ - બાળયાચના
ટેક: | ઓ ઈસુ, તુંજ ધનનામ, કરીએ તારાં ગુણગાન. |
૧ | તારલિયાને તું ચમકાવે, ભાનુ, ઈન્દુ તું પ્રગટાવે, |
સાગરનાં સૌ ગાન..... ઓ ઈસુ. | |
૨ | વને વને તું ફૂલ વિકસાવે, વાદળીઓને તું વરસાવે, |
પકવે સારાં ધાન...... ઓ ઈસુ. | |
૩ | પ્રેમ અનુપમ તું બતલાવે, બાળોને તું પાસ બોલાવે, |
તારાં સૌ સંતાન...... ઓ ઈસુ. | |
૪ | કરજે રક્ષા રોજ અમારી, સંકટો સૌ નિત નિવારી, |
બાળો સૌ નાદાન...... ઓ ઈસુ. |
Phonetic English
Tek: | O Isu, tunj dhananaam, kareeye taaraan gunagaan. |
1 | Taaraliyaane tun chamakaave, bhaanu, indu tun pragataave, |
Saagaranaan sau gaan..... O Isu. | |
2 | Vane vane tun phool vikasaave, vaadaleeone tun varasaave, |
Pakave saaraan dhaan...... O Isu. | |
3 | Prem anupam tun batalaave, baalone tun paas bolaave, |
Taaraan sau santaan...... O Isu. | |
4 | Karaje raksha roj amaari, sankato sau nit nivaari, |
Baalo sau naadaan...... O Isu. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel