419
૪૧૯ - અંતોનો વિશ્રામ
૧૦ સ્વરો ને હાલેલૂયા | |
"For all the saints" | |
Tune: St. Philip or Sarum. C. H. 339 | |
કર્તા: વિલ્યમ ડબ્લ્યુ. હાઉ, ૧૮૨૩-૯૭ | |
અનુ. : દાનિયેલ ડાહ્યાભાઈ | |
૧ | સૌ સંતો શ્રમથી મુકત થઈ વિરામ્યા, |
આપી સાક્ષી વિશ્વાસે સૃષ્ટિમાં, | |
ઈસુ, તારું નામ સ્તુત્ય હો સદા. હાલેલૂયા. હાલેલૂયા. | |
૨ | તું સામથ્ર્ય, કિલ્લો, ખડક તેમનો થઈ, |
ભારે યુદ્ધ મધ્યે આગેવન તું રહી, | |
તું દેતો પ્રકાશ ઘોર સંધારા મહીં. હાલેલૂયા. | |
૩ | ભૂતકાળે શુભ યુદ્ધ કીધું એમણે તુજ કાજ, |
તેમ વિશ્વાસુ સાચા યોદ્ધા થઈ આજ, | |
અમે જયવંત થઈ પામીએ સુવર્ણ તાજ. હાલેલૂયા. | |
૪ | શી ધન્ય સંગત ! શી દૈવી ભ્રાતૃતા ! |
મથીએ અશકર, પણ સંત દીપે સ્વર્ગમાં, | |
તોય તુજ વહાલાંઓ એક છે તારામાં. હાલેલૂયા. | |
૫ | જો કે ભાસે યુદ્ધ લાંબું ને ભયકાર, |
તો પણ દૂરથી કર્ણે પડે જયકાર, | |
બળ ધરે હાથ ને ઉર, સૌ ફરી વાર. હાલેલૂયા. | |
૬ | સોનેરી સંધ્યા પ્રકાશે પશ્વિમે, |
પામે આરામ શૂરવીરો પળપળે, | |
સ્વર્ગમાંની શાંતિ મીઠી, સુખકર છે. હાલેલૂયા. | |
૭ | આ છે દિન એક ખરો ગૌરવવાન, |
ઉજ્જવળ વસ્ત્રે સોહે ત્યાં સંત જયવાન, | |
ચાલે તે માર્ગે રાજા સ્તુતિમાન. હાલેલૂયા. | |
૮ | ઓળંગી ભૂમિ ને સાગર અનંત |
પેસે છે મોતીદ્વાર અસંખ્ય સંત, | |
ગાા ત્રિએક દેવનાં ગાતાં મહિમાવંત. હાલેલૂયા. |
Phonetic English
10 Svaro Ne Haalelooya | |
"For all the saints" | |
Tune: St. Philip or Sarum. C. H. 339 | |
Karta: William W. How, 1823-97 | |
Anu. : Daniel Dahyabhai | |
1 | Sau santo shramathi mukat thai viraamya, |
Aapi saakshi vishvaase srashtimaan, | |
Isu, taarun naam stuty ho sada. Haalelooya. Haalelooya. | |
2 | Tun saamathry, killo, khadak temano thai, |
Bhaare yuddh madhye aagevan tun rahi, | |
Tun deto prakash ghor sandhaara maheen. Haalelooya. | |
3 | Bhootakaale shubh yuddh keedhun emane tuj kaaj, |
Tem vishvaasu saacha yoddha thai aaj, | |
Ame jayavant thai paameeye suvarn taaj. Haalelooya. | |
4 | Shi dhanya sangat ! Shi daivi bhraatrata ! |
Matheeye ashakar, pan sant deepe svargamaan, | |
Toy tuj vahaalaano ek chhe taaraamaan. Haalelooya. | |
5 | Jo ke bhaase yuddh laanbun ne bhayakaar, |
To pan doorathi karne pade jayakaar, | |
Bal dhare haath ne ur, sau phari vaar. Haalelooya. | |
6 | Soneri sandhya prakashe pashvime, |
Paame aaraam shooraveero palapale, | |
Svargamaanni shaanti meethi, sukhakar chhe. Haalelooya. | |
7 | A chhe din ek kharo gauravavaan, |
Ujjaval vastre sohe tyaan sant jayavaan, | |
Chaale te maarge raaja stutimaan. Haalelooya. | |
8 | Olangi bhoomi ne saagar anant |
Pese chhe moteedvaar asankhy sant, | |
Ga triek devanaan gaataan mahimaavant. Haalelooya. |
Image
Media - Hymn Tune : St. Philip
Media - Hymn Tune : Sarum - Sung By Mr.Nilesh Earnest.mp3