2
૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
"Holy, Holy, Holy, | ||
Lord God Almighty" | ||
Tune: Nicaea | ||
૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો | ||
કર્તા : બશપ રેજિનોલ્ડ | ||
હીબર, ૧૭૮૩-૧૮૨૬ | ||
અનુ: રોબર્ટ વાર્ડ | ||
૧ | હે ઈશ્વર પવિત્ર ! | સર્વસમર્થ સ્વામી, |
મળસકું થતાંમાં જ, | તુજને છે સલામી. | |
હે ઈશ્વર, પવિત્ર ! | શક્તિમાન, દયાળુ; | |
ધન્ય ત્રિએક તું, | ઈશ્વર કૃપાળુ. | |
૨ | હે ઈશ્વર, પવિત્ર ! | સંત સેવા કરે, |
ચળકતા સાગર આસપાસ | સુવર્ણ તાજ ધરે; | |
કરૂબીમ, સરાફીમ | પાય લાગી ગાય ગા, | |
તું જ હતો, છે, | ને સદા રહેવાનો. | |
૩ | હે ઈશ્વર, પવિત્ર! | વ્યોમે વસ્તી તારી, |
પાપી આંખ ન દેખે | તુજ મહિમા જે ભારી; | |
એકલો તું જ પવિત્ર, | નથી કોઈ તુજ સમાન, | |
શક્તિમાન, પૂર્ણ, | પ્રેમાળ, ને શુદ્ધ નામ. | |
૪ | હે ઈશ્વર પવિત્ર ! | સર્વસમર્થ સ્વામી, |
ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી; | ||
હે ઈશ્વર, પવિત્ર ! | શક્તિમાન, દયાળુ; | |
ધન્ય ત્રિએક તું, | ઈશ્વર કૃપાળુ. |