121

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૨૧ - પ્રભુનું પુનરત્થાન

૧૨૧ - પ્રભુનું પુનરત્થાન
હરિગીત
કર્તા : મહીજીભાઈ હીરાલાલ
ત્રાતા, જુઓ, જીવતો થયો! આજે પવિત્ર પ્રભાતમાં,
તે ડંખ કાપી મૃત્યુનો પામ્યો વિજય સહુ વાતમાં;
જગ ઊંઘતું પણ ખ્રિસ્ત ઊઠયો, ભોરમાં તજી ઘોરને;
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય તને.
વાડી મહીં, ચોકી તળે, મુદ્રિત કબરે દાટિયો,
જાણે કદી ઊઠશે નહિ, વિશાળ પથ્થર ઢાંકિયો;
પણ સૂર્ય શું ખાળ્યો ખળે, ઊઠયો ઈસુ ! દર્શન મધુ !
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય બધું.
લેખો પ્રમાણે પાપ સારુ થંભ પર પોતે મર્યો,
લેખો પ્રમાણે ઊઠતાં તે વિશ્વનો ત્રાતા ઠર્યો;
"કોહવાણ તું જોશે નહિ," એ અગમ સત્ય જ સર્વદા:
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય સદા.
ઉત્થાન પ્રભુનું સાંભળી ઘેલાં બધાં ભયથી ચળ્યાં,
પણ પ્રેમભીનાં નેણથી વા'લાં બધાં પ્રભુને મળ્યાં;
આપણ બધા શુભ હ્રદયથી સુમિલાપ પ્રભુનો પામીશું:
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય ઈસુ.

Phonetic English

121 - Prabhunu Punaratthaan
Harigeet
Kartaa : Mahijibhai Hiraalaal
1 Traataa ત્રાતા, જુઓ, જીવતો થયો! આજે પવિત્ર પ્રભાતમાં,