276
૨૭૬ - ઈસુનો અવાજ
કર્તા: ધીરહલાલ. એચ ગુર્જર | |
ટેક: | ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ, |
સુણો કરતો મધુર રણકાર, ઠોકી રહ્યો છે કોઈનું હ્રદય દ્વાર. | |
૧ | છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું, |
ખૂલશે શું પ્રભુ ઈસુને માટ, સ્વર્ગની ત્યાં થશે શરૂઆત. | |
૨ | છે કોઈ આંખો આંસુ ભરેલી, વ્હાલાંથી તરછોડાયેલી, |
પ્રભુ ઈસુના વીંધાયેલ હાથ એકેક આંસુને લૂછશે આંજ. | |
૩ | છે કોઈ હૈયું ગમગીન બનેલું, દુશ્મન ઘાથી વીંઘાયેલું, |
ઘા રૂઝવવા હ્રદયના તમામ, પ્રભુ ઈસુ આપે સ્વર્ગીય બામ. | |
૪ | કોણ તરછોડે આ પ્રેમી અવાજ ? કોણ તરછોડે વીઘાયેલ હાથે? |
ના, ના, એમ નહિ કરો કોઈ, છેલ્લો ટકોરો કદાચ આ હોય. |
Phonetic English
Kartaa: Dhirahalal. H Gurjar | |
Tek: | Dhiro mitho premi avaaj, prabhu Isuno koi saambhado aaj, |
Suno karato madhur ranakaar, thoki rahyo che koinu hriday dwaar. | |
1 | Che koi haiyu bechen banelu, jag chintaanaa bhaare bharelu, |
Khoolashe shu prabhu Isune maat, swargni tyaa thashe sharooaat. | |
2 | Che koi aankho aansu bhareli, vhaalaathi tarachodaayeli, |
Prabhu Isunaa vindhaayel haath aekek aansune loochashe aanj. | |
3 | Che koi haiyu gamagin banelu, dushman ghaathi vinghaayelu, |
Ghaa roozavavaa hridayanaa tamaam, prabhu Isu aape swargiya baam. | |
4 | Kon tarachode aa premi avaaj ? Kon tarachode vighaayel haathe? |
Naa, naa, aem nahi karo koi, chello takoro kadaach aa hoy. |
Image
Media