435

From Bhajan Sangrah
Revision as of 20:02, 16 December 2014 by ElanceUser (talk | contribs)
Jump to navigation Jump to search

૪૩૫ - લગ્નવાદીઓને આશીર્વાદ

૪૩૫ - લગ્નવાદીઓને આશીર્વાદ
ઉપજાતિ
અનુ. : મહિજી હીરાલાલ અને ડબ્લ્યુ. જે. હાન્ના
ઓ પ્રેમના દેવ ! સમક્ષ તારી,
પવિત્ર આ લગ્નવિધિ થનારી;
તો યાચીએ સૌ નમીને સહાય,
તેઓ તુંમાં પ્રેમથી એક થાય.
આનંદના દિવસ હોય જ્યારે,
ને માર્ગ સે'લો ઉજળોય જ્યારે;
ત્યારે શ્રદ્ધાએ પળતાં સદાય,
તેઓ તુંમાં પ્રેમથી એક થાય.
તોફાન વેળા વળી કૈંક આવે,
ને સર્વ વાનાં અવળાં જ લાવે;
તોયે શ્રદ્ધાએ વધતાં જ જાય,
તેઓ તુંમાં પ્રેમથી એક થાય.
અનંત ઓ પ્રેમ ! તું સાથ રે'જે,
ને તેમને તારી સુઓથ દેજે;
કે મૃત્યુમાંયે ન જુદાં પડાય,
એવાં તુંમાં પ્રેમથી એક થાય.


Phonetic English

435 - Lagnavaadeeone Aasheervaad
Upajaati
Anu. : Mahiji Hiralal ane W. J. Hanna
1 O premana dev ! Samaksh taari,
Pavitra aa lagnavidhi thanaari;
To yaacheeye sau nameene sahaay,
Teo tunmaan premathi ek thaay.
2 Aanandana divas hoy jyaare,
Ne maarg se'lo ujaloy jyaare;
Tyaare shraddhaae palataan sadaay,
Teo tunmaan premathi ek thaay.
3 Tophaan vela vali kaink aave,
Ne sarv vaanaan avalaan ja laave;
Toye shraddhaae vadhataan ja jaay,
Teo tunmaan premathi ek thaay.
4 Anant o prem ! Tun saath re'je,
Ne temane taari suoth deje;
Ke mratyumaanye na judaan padaay,
Evaan tunmaan premathi ek thaay.

Image