287

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો

૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો
સુલીય છંદ
કર્તા: જે. વી. એસ. ટેલર.
પિતા તણે પરાક્રમે પ્રસંગ સર્વ છે ઠરેલ;
રહીશ માટ જીવતો પિતા થકી સદા ધરેલ.
કદી વિપત્તિ જો પડે, થશે કદા અનર્થ નાશ,
ન થાય બીક તે થકી, ન ઉરમાં થશે નિરાશ..
વિનંતી નિત્ય આ કરું, ધરી સદાય નમ્ર ભાવ,
થનાર સર્વ વાતમાં નિરાંત તું પિતા, કરાવ;
વિના વિલંભ શીખતાં ઠરાવના ખરા જ ભેદ,
સદાય સિદ્ધ હું રહું, ધરી પિતા તણો નિષેધ.
ફરી કરીશ પ્રાર્થના, પડી પિતા તણે સુપાય;
વિનંતી નમ્ર ભાવની તજેલ તો કદી ન થાય;
દયાળુ તું પિતા, મને સુશકિત રોજ કાજ આપ,
બધાંય કામકાજમાં રહે સદા અમીપ, બાપ.
દિને દિને દયા કરી, નિભાવતાં મને ચલાવ,
મને સદા સુધારતાં, સુભક્ત સેવના કરાવ;
અધર્મને દબાવતાં ખરી કરી સમસ્ત ચાલ,
પવિત્રતા કરાવતાં સુખી કરાવ સર્વકાળ.


Phonetic English

287 - Prabhu Pitaa Upara Bharoso
Suliya Chand
Kartaa: J. V. S. Taylor.
1 Pitaa tane paraakrame prasamga sarva che tharela;
Rahisha maat jeevato pitaa thaki sadaa dharela.
Kadi vipatti jo pade, thashe kadaa anarth naash,
Na thaay bika te thaki, na uramaa thashe niraash..
2 Vinanti nitya aa karu, dhari sadaaya narm bhaava,
Thanaara sarv vaatamaa niraata tu pitaa, karaav;
Vinaa vilambha shikhataa tharaavanaa kharaa jabhe,
Sadaaya siddh hoon rahoon, dhari pitaa tano nishedh.
3 Fari karish praarthnaa, padi pitaa tane supaaya;
Vinanti narm bhaavani tajela to kadi na thaay;
Dayaadu tu pitaa, mane sushakita roj kaaj aap,
Badhaay kaamakaajamaa rahe sadaa amip, baap.
4 Dine dine dayaa kari, nibhaavataa mane chalaava,
Mane sadaa sudhaarataa, subhakt sevanaa karaav;
Adharmane dabaavataa khari kari samast chaal,
Pavitrataa karaavataa sukhi karaav sarvakaad.