107
૧૦૭ – ખ્રિસ્તનો વધસ્તંભ: જીવનનો આધાર
૧ | અરર ! કેર આ લોક શો કરે, અમર દેવને થાંભલે જડે; |
અગમ શાસ્ત્રનો ભેદ ના કળ્યો, વગર જ્ઞાનથી થાંભલે જડયો. | |
૨ | વધસ્તંભપે વિશ્વનો ધણી, લટકતો ખીલે વેદના ઘણી; |
સખત માર, ઘા, તાપથી અરે, રુધિર ધાર જો અંગથી ઝરે. | |
૩ | હ્રદય ફાટતું લાગણી બળે, અકથ દુ:ખ ને પ્રેમ હ્યાં ભળે; |
જગત પાપનો દંડ એ ભરે, પતિત તારવા આપથી મરે. | |
૪ | અધમતા ટળે, પાપ સૌ બળે, અમર જિંદગી ખ્રિસ્તમાં મળે; |
સમજ જો પડે દિવ્ય પ્રેમની, શરણ લૈ બચો ધન્ય આ ઘડી. |
Phonetic English
1 | Arar ! Ker aa lok sho kare, amar devane thambhale jade; |
Agam shaastrano bheda naa kalyo, vagar gyaanathi thaambhale jadayo. | |
2 | Vadhastambhae vishvano dhani, latakato kheele vedanaa ghani; |
Sakhat maar, ghaa, taapathi are, rudhir dhaar jo angthi jhare. | |
3 | Hruday faatatu laagani bale, akatha dukh ne prem hyaa bhale; |
Jagat paapano dand ae bhare, patit taaravaa aapathi mare. | |
4 | Adhamataa tale, paap sau bale, amar jindagi khristmaa male; |
Samaj jo pade divya premni, sharan lai bacho dhanya aa ghadi. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shivrajni : Sung By : Shalom Methodist Church Choir
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairav