187: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૧૮૭ - ઈસુનાં સર્વાંગ કેવાં છે?== {| |+૧૮૭ - ઈસુનાં સર્વાંગ કેવાં છે? |- |રા...") |
|||
Line 12: | Line 12: | ||
|જો ઈસુ તણું મુખ ભાળશે, શું દીસે છે? | |જો ઈસુ તણું મુખ ભાળશે, શું દીસે છે? | ||
|- | |- | ||
| | |||
|શુભ કરુણા, પ્રીતિ સાથ સુંદર દીસે છે. | |શુભ કરુણા, પ્રીતિ સાથ સુંદર દીસે છે. | ||
|- | |- | ||
Line 17: | Line 18: | ||
|તે વેણ કૃપાનાં ભાખતો સહુ દુ:ખ હરવા, | |તે વેણ કૃપાનાં ભાખતો સહુ દુ:ખ હરવા, | ||
|- | |- | ||
| | |||
|તે કહે છે સુંદર વેણ હૈંડે સુખ ભરવા. | |તે કહે છે સુંદર વેણ હૈંડે સુખ ભરવા. | ||
|- | |- |
Revision as of 20:04, 2 August 2013
૧૮૭ - ઈસુનાં સર્વાંગ કેવાં છે?
રાગ: | ગરબી |
કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
૧ | જો ઈસુ તણું મુખ ભાળશે, શું દીસે છે? |
શુભ કરુણા, પ્રીતિ સાથ સુંદર દીસે છે. | |
૨ | તે વેણ કૃપાનાં ભાખતો સહુ દુ:ખ હરવા, |
તે કહે છે સુંદર વેણ હૈંડે સુખ ભરવા. | |
૩ | જે હૈયું બેચેન, પીડા બહુ ભારી, |
ત્યાં ઈસુ છાંટે પેમનું અમૃત વારિ. | |
૪ | જો હૈયા ગમ પણ તાકશો, શું દીસે છે? |
જો, અધમોના વિચાર મનડા વિષે છે. | |
૫ | છે કોમળ હૈડું નાથનું, દુ:ખ હરશે તે, |
છે રે'મ, અતિ દિલ માંય, સુખિયાં કરશે તે. | |
૬ | જો નેણ પ્રભુનાં ભાળશે, શું દીસે છે? |
બહુ રે'મ કૃપા ને પ્રેમ આંખો વિષે છે. | |
૭ | તે પાપી ગમ રે તાકતો તારણ કરવા; |
તે વાટ જુાએ છે એમની પાપો હરવા. | |
૮ | જો હાથ પ્રભુના ભાણશો, તે કેવા છે? |
શુભ દાનોનો દાતાર ભાળો એવા છે. | |
૯ | તે ડૂબતા જનની બાંય સ્નેહે ઝાલે છે, |
ને હાથ ગ્રહીને નાથ આશોરો આપે છે. | |
૧૦ | જો પગ પ્રભુના પેખશો, શું કરતો તે? |
જો ભટકેલાની શોધ કરવા ફરતો તે. | |
૧૧ | તે શોધે છે નિજ ઘેટડાં ફરતો ફરતો; |
તે જીવન દેવા કાજ નિત પગલાં ભરતો. | |
૧૨ | જો પ્રભુના રૂડા કાનની ગમ ધારી રે; |
તે સુણવા છે તૈયાર અરજી તારી રે. |