299: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 10: Line 10:
|-
|-
|
|
|મારા પ્રભુના થંભ સિવાય, હું તો બીજું ન જાણું કોઈ.
|મારા પ્રભુના થંભ સિવાય, હું તો બીજું ન જાણું કાંઈ.


|-
|-
Line 34: Line 34:
|-
|-
|૩
|૩
|ઘણાલ વૈદો ઔષધમાં ને વાઢકાપમાં વખણાય,
|ઘણાક વૈદો ઔષધમાં ને વાઢકાપમાં વખણાય,
|-
|-
|
|
Line 52: Line 52:
|-
|-
|૫
|૫
|જગન વિદ્વાનો નવ જાણે થંભ તણી મોટાઈ,
|જગના વિદ્વાનો નવ જાણે થંભ તણી મોટાઈ,
|-
|-
|
|
Line 61: Line 61:
|-
|-
|૬
|૬
|ભણી ગણી એમ વિશવિશ વિદ્યા કાઢે નવીન નવાઈ,
|ભણી ગણી એમ વિધવિધ વિદ્યા કાઢે નવીન નવાઈ,
|-
|-
|
|
Line 81: Line 81:
|-
|-
|
|
|તેથી અમે સહુ સુખી સદાકાળ ગાણશું સ્વરની માંહી.
|તેથી અમે સહુ સુખી સદાકાળ ગાળશું સ્વરની માંહી.
|}
|}



Revision as of 19:07, 30 December 2016

૨૯૯ - ઈસુના થંભ સિવાય બીજું કંઈ ન જાણું

૨૯૯ - ઈસુના થંભ સિવાય બીજું કંઈ ન જાણું
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
મારા પ્રભુના થંભ સિવાય, હું તો બીજું ન જાણું કાંઈ.
કોઈ જાણે છે ખગોળ, ભૂગોળ, ગણિતમાં પંકાય,
તત્ત્વો ને તર્કોમાં ઝાઝા ઝાઝી કરે છે વડાઈ.
અનેક યંત્રો અને વાજિંત્રો, ચાલાકી ને ચતુરાઈ,
કળા કરે છે અકળિત જેવી, ઊડે વિમાન હવાઈ.
ઘણાક વૈદો ઔષધમાં ને વાઢકાપમાં વખણાય,
ઔષધ આપે અકસીર એવું, પળમાં સાજાં થાય.
દાતા, ભકતા, વકતા, છે બહુ શૂરા જનોયે ઘણાય,
કરે મોહિત મન માનવીઓનાં જુઓ જગતની માંય.
જગના વિદ્વાનો નવ જાણે થંભ તણી મોટાઈ,
અંતે તેઓ પ્રભુ સમીપે જશે જરૂર શરમાઈ.
ભણી ગણી એમ વિધવિધ વિદ્યા કાઢે નવીન નવાઈ,
અનહદ સંપત થંભ તણી તો જાણે નહિ રે જરાય.
ભલે ગણાતી જગમાં મારી અતિ ઘણી મૂર્ખાઈ,
સમજે ક્યાંથી ગુંગા જન તો અત્તર ખુશબો, ભાઈ.
તેથી જ શાંતિ, તેથી જ સફળતા, તેથી મનોની સફાઈ,
તેથી અમે સહુ સુખી સદાકાળ ગાળશું સ્વરની માંહી.

Phonetic English

299 - Isuna Thambh Sivaay Beejun Kani Na Jaanun
Karta: Daniel Dahyabhai
Maara prabhuna thambh sivaay, hun to beejun na jaanun kaay.
1 Koi jaane chhe khagol, bhoogol, ganitamaan pankaay,
Tattvo ne tarkomaan jhaajha jhaajhi kare chhe vadaai.
2 Anek yantro ane vaajintro, chaalaaki ne chaturaai,
Kala kare chhe akalit jevi, oode vimaan havaai.
3 Ghanaal vaido aushadhamaan ne vaadhakaapamaan vakhanaay,
Aushadh aape akaseer evun, palamaan saajaan thaay.
4 Daata, bhakata, vakata, chhe bahu shoora janoye ghanaay,
Kare mohit man maanaveeonaan juo jagatani maanya.
5 Jagan vidvaano nav jaane thambh tani motaai,
Ante teo prabhu sameepe jashe jaroor sharamaai.
6 Bhani gani em vishavish vidya kaadhe naveen navaai,
Anahad sanpat thambh tani to jaane nahi re jaraay.
7 Bhale ganaati jagamaan maari ati ghani moorkhaai,
Samaje kyaanthi gunga jan to attar khushabo, bhai.
8 Tethi ja shaanti, tethi ja saphalata, tethi manoni saphaai,
Tethi ame sahu sukhi sadaakaal gaanashun svarani maanhi.

Image


Media - Traditional Tune


Media - Composition By : Late Mr. ManuBhai Rathod