19: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) No edit summary |
Rrishujain (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
૧૯ – સ્તુતિપાત્ર યહોવા | ==૧૯ – સ્તુતિપાત્ર યહોવા == | ||
|-| | |||
૧:: પરાત્પર આગળ કરો ગાન, તે આકાશોમાં મહિમાવાન, | ૧:: પરાત્પર આગળ કરો ગાન, તે આકાશોમાં મહિમાવાન, | ||
::ત્યાં ગાઓ તેનાં ગીત; | ::ત્યાં ગાઓ તેનાં ગીત; |
Revision as of 14:19, 15 July 2013
૧૯ – સ્તુતિપાત્ર યહોવા
|-|
૧:: પરાત્પર આગળ કરો ગાન, તે આકાશોમાં મહિમાવાન,
- ત્યાં ગાઓ તેનાં ગીત;
હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો; સહુ માનો તેની પ્રીત.
૨ ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર, ને આકાશનાં ઊંચાણ; ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન, તેણે કર્યાં નિર્માણ.
૩ ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન, ફળઝાડો ને દેવદાર; ને સંધાં ઢોર ને પશુઓ, સર્વ જીવજંતુ, પક્ષીઓ, અને સઘળાં જાનદાર.
૪ ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ, કન્યા તથા જુવાન; ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત, તે એકલો મહિમાવાન.
૫ ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ; તેઓએ દેવું માન; ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન; ને તેનાં કરે ગાન.