237: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૩૭ - નાશ પામતાંને બચાવ== {| |+૨૩૭ - નાશ પામતાંને બચાવ |- | |૧૧, ૧૦ સ્વરો |- | |"Re...")
(No difference)

Revision as of 16:56, 9 August 2013

૨૩૭ - નાશ પામતાંને બચાવ

૨૩૭ - નાશ પામતાંને બચાવ
૧૧, ૧૦ સ્વરો
"Rescue the perishing"
Tune: S. 37. Rescue
કર્તા: ફેની જે. ક્રોસ્બી,
૧૮૨૩-૧૯૧૫
અનુ.: વી. કે. માસ્ટર
નાશ પામતાંને બચાવ, મરતાંને સંભાળ,
પાપ ને મોતથી તેમને સત્વર ઉગાર;
આપ હાથ પડેલને, કર રુદન ભૂલેલ માટ,
ખ્રિસ્ત સમર્થ તારનારની, તેમને કહે વાત.
ટેક: નાશ પામતાંને બચાવ, મરતાંને સંભાળ,
ઈસુ કરશે તારણ, ઈસુ દયાળ!
જોકે તેઓ તેનો કરે ચે તુચ્છકાર,
પણ પસ્તાવિકનો તે કરે સ્વીકાર;
સમજાવ તેમને ખંતથી, સમજાવ ધીરેથી,
તે કરશે માફ ફક્ત વિશ્વાસ કરવાથી.
નાશ પામતાંને બચાવ, છે તુજ ફરજ તે,
તારા કામમાં પ્રભુ બળ દેનાર છે;
સાંકડા માર્ગ પર તેમને લાવ ધીરજથી આજ,
ભૂલેલને કે', ત્રાતા મૂઓ તુજ કાજ.