299: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૯૯ - ઈસુના થંભ સિવાય બીજું કંઈ ન જાણું == {| |+૨૯૯ - ઈસુના થંભ સિવાય બીજ...") |
(No difference)
|
Revision as of 02:44, 9 August 2013
૨૯૯ - ઈસુના થંભ સિવાય બીજું કંઈ ન જાણું
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ | |
મારા પ્રભુના થંભ સિવાય, હું તો બીજું ન જાણું કોઈ. | |
૧ | કોઈ જાણે છે ખગોળ, ભૂગોળ, ગણિતમાં પંકાય, |
તત્ત્વો ને તર્કોમાં ઝાઝા ઝાઝી કરે છે વડાઈ. | |
૨ | અનેક યંત્રો અને વાજિંત્રો, ચાલાકી ને ચતુરાઈ, |
કળા કરે છે અકળિત જેવી, ઊડે વિમાન હવાઈ. | |
૩ | ઘણાલ વૈદો ઔષધમાં ને વાઢકાપમાં વખણાય, |
ઔષધ આપે અકસીર એવું, પળમાં સાજાં થાય. | |
૪ | દાતા, ભકતા, વકતા, છે બહુ શૂરા જનોયે ઘણાય, |
કરે મોહિત મન માનવીઓનાં જુઓ જગતની માંય. | |
૫ | જગન વિદ્વાનો નવ જાણે થંભ તણી મોટાઈ, |
અંતે તેઓ પ્રભુ સમીપે જશે જરૂર શરમાઈ. | |
૬ | ભણી ગણી એમ વિશવિશ વિદ્યા કાઢે નવીન નવાઈ, |
અનહદ સંપત થંભ તણી તો જાણે નહિ રે જરાય. | |
૭ | ભલે ગણાતી જગમાં મારી અતિ ઘણી મૂર્ખાઈ, |
સમજે ક્યાંથી ગુંગા જન તો અત્તર ખુશબો, ભાઈ. | |
૮ | તેથી જ શાંતિ, તેથી જ સફળતા, તેથી મનોની સફાઈ, |
તેથી અમે સહુ સુખી સદાકાળ ગાણશું સ્વરની માંહી. |