295: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૯૫ - દેવ આપણો આશ્રમ તથા સામર્થ્ય == {| |+૨૯૫ - દેવ આપણો આશ્રમ તથા સામર્...") |
(No difference)
|
Revision as of 02:36, 9 August 2013
૨૯૫ - દેવ આપણો આશ્રમ તથા સામર્થ્ય
તોટક | |
"EIn feste Burg" | |
Tune: S. S. 723 P. M. | |
(માર્ટિન લુથર, ૧૫૨૯. જર્મનમાંથી) | |
અનુ. : જે. એસ. સ્ટીવન્સન | |
૧ | મજબૂત કિલ્લો આપણો દેવ, તે શસ્ત્ર તથા ઢાલ; |
જો દુ:ખમાં પડે આપણો જીવ, તો રક્ષે તે સહુ કાળ. | |
જૂનો વૈરી શેતાન, તે સામે થાય બળવાન; | |
અન્યાય, કપટ, એ તેનાં તો શસ્ત્ર છે, | |
ન કોઈ તે સમાન. | |
૨ | માનવના બળહી કંઈ ન થાય, તે પામે હાર વ્હેલો, |
પણ સંગે લડે શૂરો રાય, જે દેવથી ઠરેલો. | |
પૂછો, તે કોણ હશે? તો ઈસુ ખ્રિસ્ત તે, | |
સૈન્યોનો જે પ્રભુ, ન અન્ય કો વિભુ; | |
તે કદી નહિ હરાશે. | |
૩ | ને રાક્ષસ હોય સર્વદા, ગળી જવા તૈયાર, |
તોયે ન આપણને કદા કંઈ બીક લાગનાર. | |
આ જગ કેરો રાય વિક્રાળ છો દેખાય; | |
શું કરે નુકસાન? તે પોતે બંદીવાન: | |
એક શબ્દ તેને પાડે. | |
૪ | તે યુક્તિ, જોર છો કરે, પ્રભુની વાત રહે છે. |
ઈસુ ઠરાવ અનુસરે આત્માને કૃપા દે છે. | |
તેઓ લે ભલે પ્રાણ, સ્ત્રી, છોલરાં, વિત્ત, માન; | |
તોય એથી શું વિશેષ? ન ટકે તે હમેશ: | |
આપણને રાજ્ય રહે છે. |