290: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૯૦ - કેવો સ્થિર પાયો == {| |+૨૯૦ - કેવો સ્થિર પાયો |- | |૧૧ સ્વરો |- | |"How firm a foundati...")
(No difference)

Revision as of 02:16, 9 August 2013

૨૯૦ - કેવો સ્થિર પાયો

૨૯૦ - કેવો સ્થિર પાયો
૧૧ સ્વરો
"How firm a foundation"
Tune: Portugese Hymn
કર્તા: જ્યોર્જ કીથ, ૧૭૮૭
અનુ. : વી. કે. માસ્ટર
રે કેવો સ્થિર પાયો, હે પ્રભુના સંત,
સતશાસ્ત્રમાં નાખ્યો છે તમ વિશ્વાસ માટ;
તેના કરતાં વિશેષ તેમને તે શું કહે
જેઓ ગયાં આશ્રમ માટ ઈસુ પાસે? (૨)
બી મા, તુજ સાથ હું છું, નાહિંમત ના થઈશ,
હું છું તુજ ઈશ્વર ને હજી મદદ દઈશ;
હું તને સા'ય દઈ દઢ કરી નિભાવીશ,
મુજ બળવાન, દયાળ હાથે ધરી રાખીશ (૨)
તને ઊંડાં નીરમાં ચલાવીશ જ્યારે,
દુ:ખના પ્રવાહમાં તું ન ડૂબીશ ત્યારે;
કેમ કે તુજ સાથ રહી દુ:ખને સુખરૂપ કરીશ,
વિદારી સૌ સંકટ તુજને આશિષ દઈશ. (૨)
તું ચાલીશ અગ્નિરૂપી માર્ગ પર જ્યારે
મુજ સંપૂર્ણ કૃપા તુજ કાજ છે ત્યારે;
જવાળા દુ:ખ નહિ કરે; એ મુજ છે ઈચ્છિત
કે તુજ દિલ થાય ચોખ્ખું ને કીમતી ખચીત. (૨)
વિરામ કાજ ઈસુ પર જે વિશ્વાસ રાખનાર
તેને શત્રસ્વાધીન હું નહિ જ કરનાર;
શેતાન જેને ડગાવવા કરે કોશિશ
હું કદી નહિ, કદી નહિ, ના, નહિ તજીશ. (૨)