287: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો == {| |+૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો |- | |સુલીય છં...") |
(No difference)
|
Revision as of 01:58, 9 August 2013
૨૮૭ - પ્રભુ પિતા ઉપર ભરોસો
સુલીય છંદ | |
કર્તા: જે. વી. એસ. ટેલર. | |
૧ | પિતા તણે પરાક્રમે પ્રસંગ સર્વ છે ઠરેલ; |
રહીશ માટ જીવતો પિતા થકી સદા ધરેલ. | |
કદી વિપત્તિ જો પડે, થશે કદા અનર્થ નાશ, | |
ન થાય બીક તે થકી, ન ઉરમાં થશે નિરાશ.. | |
૨ | વિનંતી નિત્ય આ કરું, ધરી સદાય નમ્ર ભાવ, |
થનાર સર્વ વાતમાં નિરાંત તું પિતા, કરાવ; | |
વિના વિલંભ શીખતાં ઠરાવના ખરા જ ભેદ, | |
સદાય સિદ્ધ હું રહું, ધરી પિતા તણો નિષેધ. | |
૩ | ફરી કરીશ પ્રાર્થના, પડી પિતા તણે સુપાય; |
વિનંતી નમ્ર ભાવની તજેલ તો કદી ન થાય; | |
દયાળુ તું પિતા, મને સુશકિત રોજ કાજ આપ, | |
બધાંય કામકાજમાં રહે સદા અમીપ, બાપ. | |
૪ | દિને દિને દયા કરી, નિભાવતાં મને ચલાવ, |
મને સદા સુધારતાં, સુભક્ત સેવના કરાવ; | |
અધર્મને દબાવતાં ખરી કરી સમસ્ત ચાલ, | |
પવિત્રતા કરાવતાં સુખી કરાવ સર્વકાળ. |