281: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૮૧ - પાપનો પશ્વાત્તાપ અને ક્ષમા == {| |+૨૮૧ - પાપનો પશ્વાત્તાપ અને ક્ષ...") |
(No difference)
|
Revision as of 01:44, 9 August 2013
૨૮૧ - પાપનો પશ્વાત્તાપ અને ક્ષમા
- | |||
(ગીતશાસ્ત્ર ૫૧) | |||
" એક જ દે ચિનગારી મહાનલ...." એ રાગ. | |||
કર્તા: એમ. વી. મેકવાન. | |||
ટેક: | પાપો ભૂંસી નાખો, પ્રભુ, મુજ પાપો ભૂંસી નાખો. | ||
૧ | કાજળ-કાળાં પાપથી હ્રદયે, ડાઘ પડયા છે લાખો ! | ||
રાખી પુષ્કળ રહેમ તમારી, ડાઘ વિદારી નાખો... પ્રભુ | |||
૨ | અપરાધો મુજ છે તમ સામે, એ સહુ ઘોઈ નાખો, | ||
દિવ્ય, અગમ્ય તમારી કૃપાથી, શુદ્ધ કરો મને આખો..... પ્રભુ. | |||
૩ | પાપી ગર્ભમાં જન્મ લીધો મેં, પાપે પડધો છું ઝાંખો ! | ||
સ્વર્ગીય સ્નાન કરાવી મુજને, હિમથી ઊજળો રાખો !..... પ્રભુ. | |||
૪ | છે મુજ હાલત પાપથી ભંગિત, તેને સુધારી નાખો, | ||
તારણનો સંદેશ સુણાવી, હર્ષાનંદમાં રાખો.... પ્રભુ. | |||
૫ | શુદ્ધ હ્રદય આપો પ્રભુ, મુજમાં આત્મા નવો, દઢ નાખો, | ||
દિવ્ય, પવિત્ર આત્મા તમારો, મુજથી ન પાછો રખો..... પ્રભુ. | |||
૬ | હર્ષ પ્રભુ, દો તમ તારણનો, આત્માને આશ્રયે રાખો, | ||
તો શીખવું હું માર્ગ તમારા, પાપીની ઊઘડે આંખો.... પ્રભુ. | |||
૭ | પ્રભુ પ્રસન્ન ના યજ્ઞથી થાયે, રાંક હ્રદય તમે ચાખો, | ||
સ્તુતિ તમારી કરવા કાજે, હોઠ ખોલી મુજ નાખો.... પ્રભુ. | |||
૮ | સિયોન કેરા કોટ સમારી, સંભાળ તેની રાખો, | ||
ત્યારે કરશે સહુ શુભ અર્પણ, સંત તમારા લાખો !...... પ્રભુ. |