276: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૭૬ - ઈસુનો અવાજ == {| |+૨૭૬ - ઈસુનો અવાજ |- | |કર્તા: ધીરહલાલ. એચ ગુર્જર |- | |- ...") |
(No difference)
|
Revision as of 01:30, 9 August 2013
૨૭૬ - ઈસુનો અવાજ
કર્તા: ધીરહલાલ. એચ ગુર્જર | |
ટેક: | ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ, |
સુણો કરતો મધુર રણકાર, ઠોકી રહ્યો છે કોઈનું હ્રદય દ્વાર. | |
૧ | છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું, |
ખૂલશે શું પ્રભુ ઈસુને માટ, સ્વર્ગની ત્યાં થશે શરૂઆત. | |
૨ | છે કોઈ આંખો આંસુ ભરેલી, વ્હાલાંથી તરછોડાયેલી, |
પ્રભુ ઈસુના વીંધાયેલ હાથ એકેક આંસુને લૂછશે આંજ. | |
૩ | છે કોઈ હૈયું ગમગીન બનેલું, દુશ્મન ઘાથી વીંઘાયેલું, |
ઘા રૂઝવવા હ્રદયના તમામ, પ્રભુ ઈસુ આપે સ્વર્ગીય બામ. | |
૪ | કોણ તરછોડે આ પ્રેમી અવાજ ? કોણ તરછોડે વીઘાયેલ હાથે? |
ના, ના, એમ નહિ કરો કોઈ, છેલ્લો ટકોરો કદાચ આ હોય. |