274: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૭૪ - ઈસુ પાસે જવું == {| |+૨૭૪ - ઈસુ પાસે જવું |- | |૮, ૭ સ્વરો |- | |"Jesus, I mu cross have taken"...") |
(No difference)
|
Revision as of 01:27, 9 August 2013
૨૭૪ - ઈસુ પાસે જવું
૮, ૭ સ્વરો | |
"Jesus, I mu cross have taken" | |
Tune: Ellesdie or Crucifer | |
કર્તા: હેન્રી એફ. લાઈટ, | |
૧૭૯૩-૧૮૪૭ | |
અનુ. : એચ. આર. સ્કોટ | |
૧ | ઈસુ, તારી પાસે આવું, બધું મૂકી તારે કાજ; |
નિર્ધન, દુ:ખી, નિંદિત થાઉં, મારું સંધું તું થા આજ. | |
મેં જે જાણ્યું, ચાહ્યું, શોધ્યું તે બધાંનો નાશ થાઓ; | |
તો પણ હાલત ભાગ્યાશાળી, સ્વર્ગ ને ઈશ્વર મારાં છે. | |
૨ | જગત મારો ધિક્કાર કરે, ત્રાતાને પણ એમ થયું; |
માનવી હૈડાં જેવું તારું, હૈયું નથી ઠગારું. | |
હે સર્વાધાર, મુજ પર રાજી જ્યારે હોય છે તું તે વાર | |
દુશ્મન નિંદે, દોસ્ત દ્ચિક્કારે, તો પણ તુજમાં હર્ખ અપાર. | |
૩ | જાઓ માન ને ધન સંસારી, આવો નિંદા, આફત, દુ:ખ; |
ખ્રિસ્ત સેવામાં લાભ છે ખરો, તેનામાં જ હું પામું સુખ. | |
" આબ્બા, બાપ" મેં તને કહ્યો, તુજ પર જીવની આશા છે; | |
તોફાન છૂટે, વાદળાં ગાજે, સહુથી મારું હિત થાશે. | |
૪ | માણસ મને પીડિત કરે, તરત તારે શરણે જાઉં; |
આ લોકે મુજ દુ:ખો વધે, સ્વર્ગે ખૂબ વિસામો લઉં. | |
ઉદાસીથી નહિ પીડાઉં જ્યાં લગ તારી પ્રીતિ રહે; | |
ઉમંગથી હું ના હરખાઉં, જો તું ના હો મુજ સાથે. | |
૫ | હે મુજ આત્મા, લે તુજ તારણ, ચિંતા, ભય, ને પાપ વિદાર; |
દુ:ખ ખમીને ધીરજ રાખજે, તારો ધર્મ આગ્રહથી ધાર. | |
કેવો આત્મા તુંમાં વસે, કેવા બાપની પ્રીતિ છે, | |
કેવો ત્રાતા તને મળ્યો, રાખી યાદ તું કેમ રડે? | |
૬ | સ્વર્ગે જવા સજ્જ થઈને વિશ્વાસ ધરી પ્રાર્થના કર; |
તે સનાતન સુખ પામવાને કૃપા આપશે તુજ ઈશ્વર, | |
પૃથ્વી પર આ તારી જિંદગી કેવળ થોડી મુદત છે, | |
આકાશે તુજ આશા ફળશે, તારા તારનારને જોશે. |