266: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૬૬ - નાથની નૈયા == {| |+૨૬૬ - નાથની નૈયા |- | |ગરબીનો ઢાલ |- | |(તાલ: હીંચ) |- | |કર...")
(No difference)

Revision as of 00:36, 9 August 2013

૨૬૬ - નાથની નૈયા

૨૬૬ - નાથની નૈયા
ગરબીનો ઢાલ
(તાલ: હીંચ)
કર્તા: એન. જે. જયેશ.
ટેક: આવો, બેસી જાઓને હો, નૈયા તૈયાર છે,
નૈયા તારણની તૈયાર છે.
સાંભળો, સાંભળવા કર્ણ જ હોય તો, નોતરું આ આવિયું હો. નૈયા.
જાણ, જંજાળનાં ચઢે તોફાનો, અમુંદર ધૂઘવે હો. નૈયા.
પ્રલોભનોનાં પૂર ચઢીને, ઊછળી રહ્યાં છે હો. નૈયા.
વિશાળ સાગર સામે પડયો છે, ડૂબતા શું કામ ભાઈઓ હો. નૈયા.
કીધું તૈયાર છે તારકે તારવા, નાવ નિજ લોહીથી હો. નૈયા.
કુવાસનાનાં મોજાં તજીને, નાવલે પધારજો હો. નૈયા.
નાવિક પોત પ્રભુ પોકારે, ચઢી જાવ નાવલે હો. નૈયા.