262: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૬૨ -ખોવાયેલું ઘેટું == {| |+૨૬૨ -ખોવાયેલું ઘેટું |- | |વિક્રાંત |- | |કર્તા:...") |
(No difference)
|
Revision as of 00:15, 9 August 2013
૨૬૨ -ખોવાયેલું ઘેટું
વિક્રાંત | |
કર્તા: જે. વી. એસ. ટેલર | |
૧ | હું તો નિર્બુદ્ધ મેષ હતો, ચાહતો નહિ વાડો; |
પાળકનો ઘાંટો ન સુણું, ચાલું બહુ આડો. | |
૨ | વાડ તજી ગમતું કીજે, બહુ સુખ જણાતું; |
મોજ ઘણી દેખી જગમાં ભમતું મુજ માથું. | |
૩ | હું સત જૂઠ ન ભાળું કંઈ, સૂઝે ત્યમ ચાલું; |
બોધ તણી કો વાત સ્મરી, તે તો નહિ પાળું. | |
૪ | પૂર્ણ ગયો વાંકે માર્ગે, અરણ્ય ભણી હું; |
ત્યાં તો સર્વ પ્રકારે તણું મેં જોખમ દીઠું. | |
૫ | સિંહ વિનાશક ત્યાં મોટો શેતાન ફરે છે; |
તે ઝાલી ભટકેલાંનો સંહાર કરે છે. | |
૬ | તો પણ પાળક રે'મ કરી મુજબે ઘર લાવ્યો;
ને નિજ ગોદ મહીં લઈને મુજ પ્રાણ બચાવ્યો. |