258: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૫૮ - હમણાં જ તારણનો દિવસ છે == {| |+૨૫૮ - હમણાં જ તારણનો દિવસ છે |- | |કર્તા...")
(No difference)

Revision as of 07:45, 7 August 2013

૨૫૮ - હમણાં જ તારણનો દિવસ છે

૨૫૮ - હમણાં જ તારણનો દિવસ છે
કર્તા દાનિયેલ ડાહ્યાભાઈ
ટેક: કર ખરી, સજ્જન, તૈયીરી તારણ સુખ લેવા ભારી,
તેવ જશે પ્રાણ કો વારી, કાયા પણ ધૂળ થનારી.
અંતક તવ છે ચોપાસે, જોતાંમાં ઝડપી જાસ્જે;
પછી ત્યાં તું કહેશે શું ? વિચાર હજુ થશે લાચારી. તારણ.
કરવાનું તેં નવ કીધું, પણ વ્યર્થ કામ કર લીધું;
થશે શિક્ષા તને બહુ ત્યાં, સમજ રજ હ્યાં બીક મન ધારી. તારણ.
ઓળખને જો અઘ તારાં, ગફલતમાં રે' નહિ, પ્યારા;
જરૂર જાશે મહા નાશે, તહાં થાશે ખરાબી તારી. તારણ.
છે દેવ દયામય મોટો, માફીનો છે શું તોટો?
ફિકર કર કાં, પ્રભુ ગમ થા; અરે થા થા થશે સુખ ભારી. તારણ.
આવી જા ઈસુ પાસે, શાંતિ તવ દિલમાં થાશે;
પાપ બળશે, મોક્ષ મળશે, સજા ટળશે અંતની તારી. તારણ.