255: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૫૫ - સુવાર્તા == {| |+૨૫૫ - સુવાર્તા |- | |ચોપાઈ |- | |"Tell me the old, old story" |- | |કર્તા: વિલ...") |
(No difference)
|
Revision as of 07:41, 7 August 2013
૨૫૫ - સુવાર્તા
ચોપાઈ | |
"Tell me the old, old story" | |
કર્તા: વિલ્યમ એચ. પામર, | |
૧૮૪૫-૧૯૨૯ | |
અનુ. : જે. વી. એસ. ટેલર | |
૧ | વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો; |
સ્વર્ગમાં જે અણદીઠ રહેલું તે મુજને સમજાવો. | |
૨ | ઈસુની હું વાત ચહું છું, ને તેના મહિમાની; |
ઈસુને રે વાત જણાવો, ને નિજ પ્રેમ ઘણાની. | |
૩ | નાના બાળકને જ્યમ લહેશો, સુલભ કરીને બોલો, |
કાંકે હું છું નિર્બળ, થાક્યો, અનાથ, મેલો, ભોળો. | |
૪ | ધીરેથી તો વાર્તા કહેજો, કે મુજથી સમજાશે, |
કે ક્યમ અચરત પાપનિવારણ ઈશ્વર રીતે થાશે. | |
૫ | ફરી ફરી તે વાર્તા કહેજો, ભૂલું છું બહુ વે'લો; |
લોપ થયું બળ જુવાનીનું, વખત થયો છે છેલ્લો. | |
૬ | ધીમેથી તે વાર્તા કહેજો, સ્વર ગંભીર કરીને; |
જેને તારવા ઈસુ આવ્યો તે હું છું જાણીને. | |
૭ | ફરી ફરી તે વાર્તા કહેજો જો તમ ઈચ્છા એવી, |
કે દુ:ખ વેળા ને ગભરાટે મુજને ધીરજ દેવી. | |
૮ | તે ને તે જ પુરાતન વાર્તા દયા કરીને કહેજો; |
જે જે વારે મુજ ગમ જોતાં તમને બીક થશે તો. | |
૯ | કે આ જગનો ઠાલો મહિમા મુજ પર જોર કરે છે, |
તે આત્માની હાનિ કરતાં જૂઠે મોહી લે છે. | |
૧૦ | હા, ને જ્યારે સ્વર્ગી મહિમા ઉદય થતો દેખાશે, |
ત્યારે પૂરું હેત કરીને ઊભાં રહેતાં પાસે. | |
૧૧ | તે ને તે જ પુરાતન વાર્તા મુજ કાને તો કહેજો, |
કે "ઈસુથી શુદ્ધ થશે તું," એમ દિલાસો દેજો. |