13: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "૧૩ – ઈશ્વરનું સ્તોત્ર ૧ કરો ગાન, સૌ દેશના લોક, સંગે, યહોવા વિષે સર્...") |
(No difference)
|
Revision as of 14:02, 15 July 2013
૧૩ – ઈશ્વરનું સ્તોત્ર ૧ કરો ગાન, સૌ દેશના લોક, સંગે, યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે; તમો પાસ આવી કરી ગાન માનો, યહોવા વિના કો નથી દેવ જાણો.
૨ યહોવા તણે હાથ લોકો સ્રજાયા, ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, સદા તે તણા બીડના મેષ બંદા.
૩ ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો; યહોવા તણો પાડ આભાર માનો, ખરું નામ તેનું કહી ધન્ય જાણો.
૪ યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, સદાકાળ ક્ર્પા થકી વર્તનારો; ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે.