251: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૫૧ - શું ઉદાસી == {| |+૨૫૧ - શું ઉદાસી |- | |૮, ૫, ૬, ૩ સ્વરો |- | |"Art thou weary, art thou languid ?" |- ...") |
(No difference)
|
Revision as of 07:25, 7 August 2013
૨૫૧ - શું ઉદાસી
૮, ૫, ૬, ૩ સ્વરો | |
"Art thou weary, art thou languid ?" | |
Tune: Stephanous or Bullinger | |
લેટિનમાં કર્તા: મારસાબાનો સંત સ્ટીફન, | |
૭૨૫-૯૪ | |
અંગ્રેજી અનુ. : જોન. | |
એમ. નીલ, ૧૮૧૮-૬૬ | |
અનુ. : રોબર્ટ વાઁર્ડ | |
૧ | શું ઉદાસી, શું તું કમજોર, શું દુ:ખિત છે મન ? |
" આવ મુજ કને," એક જન કહે છે, "જો શાંતવાન !" | |
૨ | એ માર્ગદર્શકનું શું નિશાન જેથી થાય મેળાપ ? |
"હાથમાં, કૂખમાં, ને ચરણે પણ, ઘાની છાપ." | |
૩ | તેમના માથે રાજા જેવો મુગટ હોય તો કહો; |
"હા, એક મુગટ શિર ઉપર છે, કાંટાનો !" | |
૪ | તેમનાં પગલાંમાં હું ચાલું, મને મળશે શું ? |
"ઘણું સંકટ, ઘણી મહેનત, ને આંસુ !" | |
૫ | સ્થિર રહીને તેમને વળગું, છેવટ શું ઈનામ ? |
"મોતની નદી પાર ઊતરતાં છે આરામ." | |
૬ | મને લેવા કરીશ અરજ, શું થાય નાકબૂલ ? |
"પૃથ્વી, આકાશ રહે ત્યાં સુધી, ના, બિલકુલ." | |
૭ | મળતાં, ચાલતાં, ટકતાં, મથતાં, કરશે તે મુજ હિત ? |
સંત, શહીદ, પ્રેરિત સૌ કહે છે, "હા, ખચીત." |