480: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૮૦ - રાતની વેળાએ પ્રાર્થના == {| |+૪૮૦ - રાતની વેળાએ પ્રાર્થના |- |૧ |પા...") |
(No difference)
|
Revision as of 03:17, 6 August 2013
૪૮૦ - રાતની વેળાએ પ્રાર્થના
૧ | પાળક ઈસુ, પાળ મને જીવ, તું સંભાળક છે કરુણાળ; |
આશિષ દે મુજ વાત સુણી જી, આ નિશ ધર તુજ નાનું બાળ. | |
અંધારા વિકરાળ વિખે જી, રહેજે તુજ બચ્ચાની પાસ; | |
અજવાળા લગ પાળ મને જી, પૂર્ણ જ કર રક્ષાની આશ. | |
૨ | સહુ અપરાધ મટાડી દે જી, આપ ક્ષમાનું શાંત સુજાણ; |
સર્વ સગાં ને સ્નેહીને જી, દે વારે વરદાન. | |
મરણ પછી સુખલોક વિખે જી, આપ મને તુજ પાસે ઠામ; | |
તે વાસે આનંદ કરી જી, જોઉં શ્રેષ્ઠ મનોહર ધામ. |