474: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૭૪ - યુવકને હાકલ == {| |+૪૭૪ - યુવકને હાકલ |- | |કર્તા: આયમન પી. અભિલાષી |- |ટ...")
(No difference)

Revision as of 03:09, 6 August 2013

૪૭૪ - યુવકને હાકલ

૪૭૪ - યુવકને હાકલ
કર્તા: આયમન પી. અભિલાષી
ટેક: હે યુવાન, હે યુવાન, શું યુદ્ધમાં નોંધાવ્યું તારું નામ?
યુદ્ધ છે કરવાનું શેતાન, જગ સાથે, એમાં છે ઈસુ આગેવાન.
આ બેધારી તલવાર લે, વિશ્વાસની ઢાલ પણ છે;
પે' ર પગરખાં શાંતિનાં..... હે.
તું કમરબંધ બાંધી દે, ટોપ તારણનો માથે લે;
સજ્જ થા બખ્તર સજીને...... હે.
જેઓ યુદ્ધમાં ટકી રહે, પાપ, શેતાનને દાબી દે;
સ્વર્ગી તાજ તેને મળશે....... હે.
શું તું યુદ્ધમાં એકલો છે ? માગ પવિત્ર આતાને;
પ્રભુ તુજને તે દેશે..... હે.
જેમની સંગે ઈસુ છે, અંતે વિજય તેનો છે;
જયવાન જીવન જીવે તે..... હે.