469: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૬૯ - અંતર આત્માનો દીપક પ્રગટાવો == {| |+૪૬૯ - અંતર આત્માનો દીપક પ્રગટા...")
(No difference)

Revision as of 03:01, 6 August 2013

૪૬૯ - અંતર આત્માનો દીપક પ્રગટાવો

૪૬૯ - અંતર આત્માનો દીપક પ્રગટાવો
ભજન (રાગ : લોભી આત્માને સમજાવું)
કર્તા: એમ. એન. સત્યવીર.
સંતરાત્મામાં દીપક પ્રકટાવો, (૨) પ્યારા પ્રભુ ઈસુનો રુદિયે,
ત્રાતા ઈસુ મસીહને રુદિયે વસાવો, ભૂલી ભવાટવીમાં શાને અથડાઓ.
મોહીજીવ, જગને જોઈ ના લોભાશો, ક્ષણની મોજ માટે સુખ નવ ખોશો;
ભૂલી ભુલાવી ભોળા જીવ ક્યાં ભરમાશો? મારા પ્રભુ ઈસુથી આ ભવસાગર તરશો.
પરથમ પાપ ત્યાગી પસ્તાવિક થાવું, માફી કાજે ખ્રિસ્તના રક્તમાં ન હાવું;
પ્રાણી, સંતવાણે સુણીના સંતાવું; મારા પ્રભુ ઈસુની પ્રીતિ પરખાવું.
મારે કાજે, કંટક તાજ શિર મુકાયો, મૃત્યુ દંડ સ્હેતાં ત્રાતા થંભે જડાયો;
ત્રીજે ઘોર જીતી પુનર્જીવન પામ્યો ! પ્રેમી પિતા તણો મનોરથ પૂર્ણ કરાયો.