468: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૬૮ - સુવાર્તા == {| |+૪૬૮ - સુવાર્તા |- | |ગઝલ |- | |કર્તા: સુરેન્દ્ર આસ્થાવા...") |
(No difference)
|
Revision as of 03:00, 6 August 2013
૪૬૮ - સુવાર્તા
ગઝલ | |
કર્તા: સુરેન્દ્ર આસ્થાવાદી | |
૧ | સુવાર્તા દેવની વાણી, ઈસુના થંભમાં જાણી, |
પ્રભુના પ્રેમની લ્હાણી, તૃષિત આત્માતણું પાણી; | |
સુવાર્તા માર્ગનું ભાથું, પતિતનું ત્રાણ એ પાકું, | |
અમોલું રત્ન એ સાચું, સુવાર્તા સ્વર્ગનું નાકું. | |
૨ | સુવાર્તા ભવ્ય આદેશો, પ્રભુનો દિવ્ય સંદેશો, |
સુવાર્તા ટાળશે દ્વેષો અને સંહારશે ફલેશો; | |
સુવાર્તા સત્યની ખાતરી પ્રભુભક્તો તણી સાક્ષી; | |
સુવાર્તા મોક્ષની ખાતરી અજાણ્યા સ્વર્ગની સાક્ષી. | |
૩ | સુવાર્તા વિશ્વની શાંતિ, સુવાર્તા મિષ્ટ વિશ્રાંતિ, |
જીવનમાં લાવશે ક્રાંતિ, સુવાર્તા ટાળશે ભ્રાંતિ; | |
સુવાર્તા દિવ્ય આત્માની કૃપાની પ્રેમની વૃષ્ટિ, | |
ઈસુની એ અજબ વાણી, સુવાર્તાથી ભરો સૃષ્ટિ. |