462: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૬૨ - દેશસેવક == {| |+૪૬૨ - દેશસેવક |- | |ગઝલ |- | |(એફેસી. ૬ : ૧૦-૧૭) |- | |કર્તા: ફિલ...") |
(No difference)
|
Revision as of 01:58, 6 August 2013
૪૬૨ - દેશસેવક
ગઝલ | |
(એફેસી. ૬ : ૧૦-૧૭) | |
કર્તા: ફિલિપ એચ. કિશ્વિયન | |
ટેક: | અરે ઓ હિંદના યુવાન, રહ્યા શું ભૂલમાં ભારે ? |
બનોને ખ્રિસ્તના સૈનિક તમારા દેશને માટે. | |
૧ | સમય બારીક આવે છે, શૂરા સૈનિક થાઓને; |
ગ્રહી લો યુદ્ધ સામગ્રી તમારા દેશને માટે. | |
૨ | કસોને સત્યથી કમર, ધરોને ન્યાયનું બખ્તર; |
સુવાર્તા શાંતિની પગમાં તમારા દેશને માટે. | |
૩ | ધરો વિશ્વાસ કેરી ઢાલ, હોલવવાને ભૂંડાનાં બાણ; |
ધરો શિર ટોપ તારણાનો તમારા દેશને માટે. | |
૪ | ગ્રહો તરવાર આત્માની, પ્રભુની વાત એ માની; |
ચલાવોને ચપળતાથી તમારા દેશને માટે. | |
૫ | ડરો નહિ, ખ્રિસ્ત છે આગે, તમારી જીત તો થાશે; |
પડો યાહોમ કરીને આજ તમારા દેશને માટે. | |
૬ | તમારું જોર બતલાવો, શેતાની રાજ પલટાવો; |
વિજયધ્વજ આજ ફરકાવો તમારા દેશને માટે. | |
૭ | હ્રદયનો રાજવી થઈને હવે ફાવી ગયો છે તે, |
હઠાવી તેહને લડજો તમારા દેશને માટે. | |
૮ | નહિ પરવા કરો તનની અગર મોટાઈ કે ધનની; |
કરો તમ દેહનું અર્પણ તમારા દેશને માટે. | |
૯ | જગત જ્યોતિ થયો ઈસુ, પછી શું આપણે ડરશું ? |
ઘટે તો પ્રાણ અર્પીશું વહાલા હિંદને માટે. |