458: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૫૮ - મંદિરની પ્રતિષ્ઠા == {| |+૪૫૮ - મંદિરની પ્રતિષ્ઠા |- | |સવૈયા એકત્ર...") |
(No difference)
|
Revision as of 01:04, 6 August 2013
૪૫૮ - મંદિરની પ્રતિષ્ઠા
સવૈયા એકત્રીસા | |
( અંગ્રેજી ગીતને આધારે) | |
(મનની અંદર કરવા મંદર - એ રાગ) | |
અનુ. : દાનિયેલ ડાહ્યાભાઈ | |
૧ | હે નિજ લોકોના શુભ પાળક, અર્જ અમારી સાંભળ, બાપ; |
અમમાં તારી ખાસ સમક્ષતા આજ, પ્રભુ દેખાડી આપ. હે. | |
૨ | તુજ સેવાને અર્થે અમને આપ્યું આ સુંદર ઘર જેમ, |
આપ, પ્રભુ, તું અમ સઘળાંને સેવા કરનારાં મન તેમ. હે. | |
૩ | આશ સફળ કરવાં તું દેજે આત્માનો અનહદ વરસાદ, |
દઈએ સ્તુતિનાં શુભ અર્પણ, પામી સ્વર્ગી આશીર્વાસ. હે. | |
૪ | આ ઘર કેવળ શાંતિ, પ્રીતિ, એકપણાથી રે' ભરપૂર; |
સાજાં થઈ હ્યાં પામે શાંતિ ગભરાયેલાં, ઘાયલ ઉર. હે. | |
૫ | કરીએ સત વિશ્વાસ થકી સહુ તુજ વચનોનો અંગીકાર, |
નાખી તુક ખોળે, સહુ ચિંતા સ્મરીએ તુજને વારંવાર. હે. |