457: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૫૭ - ભક્તિઘરનું અર્પણ (પ્રાર્થના) == {| |+૪૫૭ - ભક્તિઘરનું અર્પણ (પ્રા...") |
(No difference)
|
Revision as of 00:59, 6 August 2013
૪૫૭ - ભક્તિઘરનું અર્પણ (પ્રાર્થના)
શિખરિણી | |
કર્તા: સિમોનભાઈ ગણેશભાઈ | |
૧ | અમે બાળો સંધાં નમન મનથી આજ કરતાં, |
અહીં આવ્યાં આજે તમ સદનમાં પાય પડતાં; | |
પિતા છો પ્રેમી ને નિજ શિશુ તણી ખોજ કરતા, | |
હરી પાપો, શાપો, સતત સુખના ભોર ભરતા- | |
૨ | મળે માફી માટે ચરણ ધરવા કાંઈ જ નથી, |
અમારાં કામો કે અબળ તનમાં કૈં બળ નથી; | |
જડાયો થંભે તે અનુશય વિના ના વળ નથી, | |
જિવાડો ત્રાતાજી અમ અધમમાં જીવન નથી. | |
૩ | તમે આપ્યાં છે જે નિશદિન બધાં દાન વરવાં, |
અને બાંધી અપ્યું ઘર સરસ આ ભક્તિ કરવા; | |
તમે આપ્યું તે સૌ તન, મન, બધું પાય ધરિયે, | |
પિતાજી સ્વીકારો તવ સ્તુતિ તણાં ગાન કરિયે. | |
૪ | રિબાતાં હૈયાંના જખમ દ્રવતા તે રૂઝવવા, |
દબેલા આત્માને ભયરહિત ને મુક્ત કરવા; | |
વહાલા સ્વામી તેં જળ, વચન ને રુધિર થકી, | |
કલિશિયા સ્થાપી છે પતિત જનનું તારણ ચહી. | |
૫ | હવે તો થંભેથી વિરલ જળનું સ્નાન ધરજો, |
પવિત્રાત્મા રેડી હ્રદય શુચિતા રોજ કરજો; | |
વસી વાસો સાથે નવ સરજને પ્રાણ પૂરજો, | |
અને સત્યાત્માથી ભજન કરવા ભાવ ભરજો. | |
૬ | વળી વિશ્વાસીનાં દુ:ખ, દરદ, ને શાપ હરતો, |
અને સૌ આત્માના વિમલ પથમાં તેજ ભરતો; | |
જગે સાક્ષી દેવા વચન વદતાં સાથ ધરતો, | |
પિતાજી દેજો એ અચળ અમને પ્રેમ ઝરતો. |