454: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૫૪ - દેવળની પ્રતિષ્ઠા કરતી વખતે ગાવાનું ગીત == {| |+૪૫૪ - દેવળની પ્રતિ...") |
(No difference)
|
Revision as of 00:41, 6 August 2013
૪૫૪ - દેવળની પ્રતિષ્ઠા કરતી વખતે ગાવાનું ગીત
૮, ૭, ૮, ૭, ૮, ૭ સ્વરો | |
"Christ is made the sure foundation" | |
(‘Angularis Fundamentum’) | |
Tune: R.C.H. 207 | |
( આશરે ૭મી-૮મી સદીના લઁટિનમાંથી) | |
અંગ્રેજીમાં અનુ. : જોન મેસન નીલ, ૧૮૧૮-૬૬ | |
અનુ. : જે. એસ. સ્ટીવન્સ | |
૧ | ખ્રિસ્ત મુખ્ય જે મથાળું તે પાયો સદાય છે; |
તેથી તેનું મહિમાવાળું મંડળ એક થાય છે. | |
તે સિયોનનો કૃપાળુ ત્રાતા ને સહાય છે. | |
૨ | એ પવિત્ર શે'ર માંહ્ય તેની સ્તુતિ થાય છે; |
તેના લોક ગીતો ત્યાંય અત્યાનંદે ગાય છે. | |
પૂરે હર્ષે ત્યાં સદાય દેવ ત્રિએક પુજાય છે. | |
૩ | ખ્રિસ્ત, મંદિર આ સ્વીકાર, આજ તને બોલાવીએ, |
કાન પ્રેમે ધર જે વાર, પ્રાર્થન ચઢાવીએ; | |
ને તુજ આશીર્વાસ પ્રસાર જો સન્નિધ આવીએ. | |
૪ | તારા સેવકો આ ઠામે, તુજ આરાધના કરે, |
ત્યારે સહુ માગેલું પાલે, ને તું સાથે આખરે | |
સ્વર્ગના પવિત્ર ધામે રાજ્ય સર્વદા કરે. | |
૫ | મહિમા, સ્તુતિ હો પિતાને, સર્વશક્તિમાન જે; |
મહિમા, સ્તુતિ હો પુત્રને, દેવનો હલવાન જે; | |
મહિમા, સ્તુતિ શુદ્ધાત્માને : પ્રભુને વખાણજે. |