452: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૫૨ - દીક્ષા == {| |+૪૫૨ - દીક્ષા |- | |પૌમાવતી છંદ |- | |કર્તા: એલિશારાજ |- | |ઈબ્...") |
(No difference)
|
Revision as of 00:14, 6 August 2013
૪૫૨ - દીક્ષા
પૌમાવતી છંદ | |
કર્તા: એલિશારાજ | |
ઈબ્રાહીમ શાસ્ત્રી | |
ટેક: | દીક્ષિત કરજે, દેવ, તું પોતે, પાળક લાયક સર્વ પ્રકારે. |
૧ | ગગનગમન કરતાં દીધું, પાળકનું શુભ દાન તે વારે, |
બોધક ને પ્રબોધક આપ્યા કે સુબોધ કરીને સુધારે. દીક્ષિત. | |
૨ | મંડળનું સંસ્થાપન કરવા આપજે આત્મિક જ્ઞાન વધારે, |
કે થાય મંડળા શુદ્ધ, પવિત્ર, અજવાળારૂપ આ સંસારે. દીક્ષિત. | |
૩ | સુકવણું છે બહુ બહુ ત્રાતા, વૃષ્ટિ કરો, નાથ, મુસળધારે, |
ભીંજાય ભારત ભૂમિ અમારી, લાગે ફળો સુખદાયક ભારે. દીક્ષિત. | |
૪ | મળે મહિમા, માન ઈસુને, દીક્ષિતના શુભ વર્તનદ્વારે, |
ફેલાય સુવાસ ગુલાબ પેરે કરો એવું, પ્રભુ દેવ, આ વારે. દીક્ષિત. |