445: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૪૫ - જીવતો ઝરો == {| |+૪૪૫ - જીવતો ઝરો |- |૧ |એક ઝરામાં ભરેલું રક્ત, ખ્રિસ...") |
(No difference)
|
Revision as of 14:40, 5 August 2013
૪૪૫ - જીવતો ઝરો
૧ | એક ઝરામાં ભરેલું રક્ત, ખ્રિસ્ત-કૂખથી વહ્યું છે; |
જે પાપી તેમાં નાહે છે, તે શુદ્ધ બને છે. | |
૨ | મરતો ચોર એને જોઈને ત્રાતાનો દોસ્ત થયો, |
ને એમાં હું પણ નાહીને સૌ પાપથી શુદ્ધ થયો. | |
૩ | હે પ્રિય ત્રાતા, તારું રક્ત ન ખોશે શક્તિને, |
જ્યાં સુધી બધા ખરા ભક્ત પ્રાપ્ત કરે મુક્તિને. | |
૪ | વિશ્વાસે જોઉં છું તે ધાર, જે તારા દિલથી વહી; |
એ માટે તારી પ્રીત અપાર મને આનંદક રહી. | |
૫ | જ્યારે આ બોબડી જબાન કબરમાં છાની થાય, |
ત્યારે આકાશમાં કરીશ ગાન ને નમીશ તારે પાય. |