442: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૪૨ - બાપ્તિસ્મા == {| |+૪૪૨ - બાપ્તિસ્મા |- | |હરિગીત |- | |કર્તા : મહિજીભાઈ હ...")
(No difference)

Revision as of 14:14, 5 August 2013

૪૪૨ - બાપ્તિસ્મા

૪૪૨ - બાપ્તિસ્મા
હરિગીત
કર્તા : મહિજીભાઈ હીરાલાલ
૧ " આકાશ ને પૃથ્વી પરે અધિકાર સઘળો છે મને,
માટે જઈ સૌ દેશમાં શિષ્યો કરો સૌ લોકને;
ત્રિએક પ્રભુના નામથી બાપ્તિસ્મા આપો બધા,
આજ્ઞા સકળ મુજ પાળજો, છું સાથમાં હું સર્વદા".
હે ખ્રિસ્ત ત્રાતા ! પ્રેમથી આજ્ઞા અમે એ શિર ધરી,
આવ્યાં અહીં તુજ પાસ આજે શાંતિ તારી દે ખરી;
આ ભાઈ* બાપ્તિસ્મા વડે જોડાય તારા સાથમાં,
તું તેમને સંભાળ તારા માર્ગમાં સૌ વાતમાં.
જળવૃષ્ટિ પેઠે સીંચજે પરિશુદ્ધ આત્મા પ્રેમથી,
જળસ્નાન પેઠે ધો, પ્રભુ, તુજ રક્તથી દિલ રે'મથી;
સૌ પાપ ને પાપિષ્ટ સત્તા કાઢતાં. દિલ સાફ દે,
સંસ્કાર બાપ્તિસ્મા વડે, પ્રભુ ! પૂર્ણ આશીર્વાદ દે.
તું જેમ બાપ્તિસ્મા લઈ જન કાજ હોમાઈ ગયો,
નિષ્પાપ તું, પાપી તણો આનંદથી સેવક થયો;
સેવારૂપી જયવંત જીવન નિત્ય તારું આપજે,
ને અંતમાં સ્વર્ગે સદા તુજ સેવમાં, પ્રભુ સ્થાપજે.