226: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૬ - દીવારૂપ વચન== {| |+૨૨૬ - દીવારૂપ વચન |- | |હરિગીત છંદ |- | |(ગીતશાસ્ત્ર ૧...") |
(No difference)
|
Revision as of 13:10, 5 August 2013
૨૨૬ - દીવારૂપ વચન
હરિગીત છંદ | |
(ગીતશાસ્ત્ર ૧૧૯-૧૦૫) | |
કર્તા: | સુરેન્દ્ર આસ્થાવાદી |
૧ | વચનો પ્રભુનાં શાસ્ત્રમાં જે જે લખેલાં છે બધાં; |
પૂરાં થયાં છે ને થવાનાં, ના થશે મિથ્યા કદા. | |
આશાભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે; | |
બેચેન દિલડાંની બીમારી એ જ વચનોથી ટલે. | |
૨ | અંધારપંથે દીવડી એ જ્યોતથી ઝગમગ થતી; |
કાળાશ કે તિમિરનું ત્યાં અલ્પબિંદુયે નથી; | |
મુજ ચરણ કાજે સર્વદા ઝગતાં રહી જ્યોતિ ધરે; | |
શુભ વચન દૈવી સર્વથા જલતાં રહી ચોકી કરે. | |
૩ | જે જે સ્થળે છે એ વચન ત્યાં ત્યાં કનિષ્ઠો ના રહે; |
જે જે હ્રદયમાં એ વચન ત્યાં ત્યાં અનિષ્ટો ના રહે. | |
જીવન તણું સુકાન એ આગાહે દે ભય સ્થાનની, | |
સ્વર્ગી કનાને દોરીને શાંતિ આપે પ્રભુ-ધામની. |