225: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૫ - સર્વોત્તમ ગ્રંથ== {| |+૨૨૫ - સર્વોત્તમ ગ્રંથ |- | |ચોપાઈ |- |કર્તા: |એમ. ...") |
(No difference)
|
Revision as of 12:45, 5 August 2013
૨૨૫ - સર્વોત્તમ ગ્રંથ
ચોપાઈ | |
કર્તા: | એમ. ઝેડ. ઠાકોર |
૧ | છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ, વાચન કાજે પ્રિય અત્યંત; |
જો નિત્ય ભાવ થકી વંચાય, તો સર્વ કાર્યો સાર્થક થાય. | |
૨ | રત્ન જેવાં બહુ કિંમતવાન સઘળાં તેનાં વચનો જાણ; |
નિત્ય ચહીને તું ધર હાથ, જીવન સુખદ થાશે ભ્રાત. | |
૩ | મારગ કાજ મશાલ સમાન પાય ચલાવાા દીપક જાણ; |
તિમિરમાંય બતાવી નૂર, જોખમ ને ભય રાખે દૂર. | |
૪ | આરસીમાં જોતાંની સાથ સામું બિંબ પડે સાક્ષાત; |
એમ જ શાસ્ત્ર અરીસામાંય આખું જીવન ચિત્ર જણાય. | |
૫ | છે સતશાસ્ત્ર સદા અણમોલ, ગ્રંથ નથી કો તેને તોલ; |
કારણ, એ શુભ ગ્રંથ જ માંય, ઉત્તમ તારણ માર્ગ જણાય. | |
૬ | છે સતશાસ્ત્ર અમોલખ ગ્રંથ, તે દર્શાવે જીવન અનંત; |
જો તે જીવન લેવા ચહાય, તો શુભ રીતે વાંચ સદાય. |