216: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૧૬ - પવિત્રાત્માને આમંત્રણ== {| |+૨૧૬ - પવિત્રાત્માને આમંત્રણ |- | |(એકત...")
(No difference)

Revision as of 02:33, 4 August 2013

૨૧૬ - પવિત્રાત્માને આમંત્રણ

૨૧૬ - પવિત્રાત્માને આમંત્રણ
(એકત્રીસા અવૈયા)
કર્તા: કા. મા. રત્નગ્રાહી
ટેક: મનની અંદર કરવા મંદર આવો, હું શુદ્ધાત્મા નાથ;
આદર ભાવે ને ઉલ્લાસે બહુ સન્માને જોડું હાથ.
હેતે હૈયું ઓપું મારું, આવો, નાથ, બિરાજો ઉર;
અડચણકારક, ખેદજનક સૌ, એવું મેલું કરજો દૂર. મનની.
જો હૈયું પાષાણ તણું તો નમ્ર કરીને કરજો વાસ;
અંધારાથી હોય ભરેલું તો દેજો સ્વર્ગી પ્રકાશ. મનની.
દુર્ગુણ ને સહુ પાપો મારાં તમ તેજે એ સૌ ગભરાય;
જેમ રાત્રીનાં વનચર પ્રાણી અજવાળું જોઈ છૂપી જાય. મનની.
બક્ષિસો તમ સાથે લઈને આવી આપો આશીર્વાદ;
સત્તા પાપ તણી ઉખેડી મુજમાં ગાદી સ્થાપો, નાથ. મનની.
ત્રાતાનાં વચનો સંભારી માગું તેને નામે આજ;
મુજ અંતર આત્મામાં નિશદિન રહેજો તમ સુખદાયક રાજ. મનની.