213: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૧૩ - સત દોરનાર== {| |+૨૧૩ - સત દોરનાર |- | |૭ સ્વરો |- | |"Holy Spirit, faithful Guide" |- |Tune: |Wells |- |કર...")
(No difference)

Revision as of 02:27, 4 August 2013

૨૧૩ - સત દોરનાર

૨૧૩ - સત દોરનાર
૭ સ્વરો
"Holy Spirit, faithful Guide"
Tune: Wells
કર્તા: એમ. એમ. વેલ્સ,
૧૮૧૫-૧૮૯૫
અનુ. : ફેડરિક વુડ
પવિત્રાત્મા, સત દોરનાર, ખ્રિસ્તી પાસ સદા રે'નાર,
તારા હાથે દોરી લે, રણમાં મુસાફર છીએ;
હર્ષ કરે થાકેલાં મન, જ્યારે સુણે સાદ પ્રીતવાન,
જે કે'-" આવ ઘેર, ભટકનાર, હું થઈશ તારો દોરનાર."
પવિત્રાત્મા મદદગાર, પ્રિય મિત્ર સાથ રહેનાર,
ભટકતાં મુસાફરી પર શક ને બીકમાં ત્યાગ ન કર;
જ્યારે મનો નિર્બળ થાય, તોફાનથી આશા પણ જાય,
જે કે'-" આવ ઘેર, ભટકનાર, હું થઈશ તારો દોરનાર."
શ્રમના દિનો પૂરા થાય, ત્યારે અમે નિરૂપાય,
તુજ પર આશા રાખીએ, છૂટકાની વાટ જોઈએ;
મોતની નદી ઊતરીએ, ખ્રિસ્ત પર આધાર રાખીએ,
જે કે'-" આવ ઘેર, ભટકનાર, હું થઈશ તારો દોરનાર."