212: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૧૨ - પવિત્રાત્માને વિનંતી== {| |+૨૧૨ - પવિત્રાત્માને વિનંતી |- | |મરહણ છ...") |
(No difference)
|
Revision as of 02:25, 4 August 2013
૨૧૨ - પવિત્રાત્માને વિનંતી
મરહણ છંદ | |
કર્તા: | જે. વી. એસ. ટેલર |
૧ | સંભારક આત્મા, આવું હાથમાં, કર મુજ હૈડે વાસ; |
મુજ મનની સંદર કરજે મંદર, તેમાં તુજ પ્રકાશ. | |
મુજ પાપ જણાવી, પ્રેમ કરાવી ઈસુ પાસે લાવ; | |
મુજ ભટક્યા મનને, ભૂલ્યા જનને ઈશ્વર જ્ઞાન જણાવ. | |
૨ | સૌ સંદેહ કાઢી, હઠને પાડી આપ ખરો વિશ્વાસ; |
ભય દૂર કરાવી ગર્વ તજાવી, નમ્ર મને કર ખાસ; | |
પરમેશ્વર પાસે, માનવ વાસે, છે મારા અપરાધ; | |
બહુ છે મુજ મનમાં ને મુજ તનમાં, અગણિત એ વિખવાદ. | |
૩ | રે કોણ ગણે તે, કોણ ભણે તે મારા મોટા દોષ? |
તે કોણ મટાડે? કોણ સંતાડે ? કોણ આપે સંતોષ? | |
નહિ માનવમાં બળ, દૂતોમાં કળ, કરવાને પરિહાર; | |
છે એકલ ઈસુ, તે જ ધરીશું, જેથી છે ઉદ્ધાર. |