206: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૦૬ - પવિત્રાત્મા, હાલ મને ભર !== {| |+૨૦૬ - પવિત્રાત્મા, હાલ મને ભર ! |- | |૮, ૭...")
(No difference)

Revision as of 02:07, 4 August 2013

૨૦૬ - પવિત્રાત્મા, હાલ મને ભર !

૨૦૬ - પવિત્રાત્મા, હાલ મને ભર !
૮, ૭ સ્વરો
"Hover o’er me, Holy Spirit"
Tune: C.I. 9S
કર્તા: ઈ. આર. સ્ટોક્સ
અનુ. : યૂસફ ધનજીભાઈ
આચ્છાદન કર, પવિત્રાત્મા, મુજ ધ્રૂજતા દિલનો શુદ્ધ કર;
મને ભર શુદ્ધ હાજરી થકી, આવ, ઓ આવ, હાલ મને ભર.
ટેક: મને ભર, મને ભર, ઈસુ આવ, હાલ મને ભર;
મને ભર શુદ્ધ હાજરી થકી, આવ, ઓ આવ, હાલ મને ભર.
તું ભરી શકીશ, શુદ્ધાત્મા જો કે મને નહિ ખબર;
પણ તુજ જરૂર, અતિ જરૂર, અતિ જરૂર, આવ ઓ આવ, હાલ મને ભર.
હું છું અબળ, પૂરો અબળ, નમું તુજ પાય, મને ધર;
સુખ કર, સાર્વકાળિક આત્મા, બળથી ભર, હાલ મને ભર.
શુદ્ધ કર, તાર ને દે દિલાસો, મુજ દિલને આશિષયુકત કર;
ત્રાણ ને દિલાસો તું દે છે, પ્રેમથી કરે છે સભર.