205: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે !== {| |+૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે ! |- | |૮, ૭ સ્વરો |- | |"What a F...")
(No difference)

Revision as of 01:03, 4 August 2013

૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે !

૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે !
૮, ૭ સ્વરો
"What a Friend we have in Jesus"
Tune: Converse (Erie) or Ton-Y-Botel
કર્તા: જોસેફ સ્ક્રીવન,
૧૮૨૦-૮૬ (સૂર્યપ્રકાશ)
ઈસુ જેવો મિત્ર કોણ છે? જેને કહી એ શોક ને પાપ !
કેવો મોટો હક કે આપણે કરીએ અરજ પ્રભુ બાપ,
આહા ! એટલી શાંતિ ખોઈએ, વળી વેઠીએ અમથા ત્રાસ!
કેમ કે બધી ચિંતા લઈને જતાં નથી ઈસુ પાસ.
લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ,
નાહિમ્મત ના થઈને કદી, પ્રાર્થ વડે જઈ મળીએ બાપ.
એના જેવો મિત્ર ક્યાંથી, દુ:ખોમાં જે લે છે ભાગ !
પ્રાર્થ વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ.
નિર્બળ ને શું દબેલ છીએ? ને શું છીએ ચિંતાતુર?
આપણે આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર.
શું તુજ મિત્રો ત્યાગે તને? જણાવ ઈસુ પાસે જાઈ,
હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તહીં.