197: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું== {| |+૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું |- | |૮ સ્વરો |- | |"And can i...") |
(No difference)
|
Revision as of 00:30, 4 August 2013
૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું
૮ સ્વરો | |
"And can it be that I should gain?" | |
Tune: | Fill more L.M. |
કર્તા: | ચાલ્ર્સ વેસ્લી |
૧૭૦૭-૮૮ | |
અનુ. : | ફ્રેડરિક વુડ |
૧ | શું ખ્રિસ્ત-મોતથી મુજ તારણ થાય? શું થાઉં લાભ એનો મેળવનાર? |
મેં તો તેને મહા દુ:ખ દીધું ! તોય થયો મુજ તે મરનાર! | |
આશ્ચર્યકારક પ્રેમ ! ખરે ! મુજ પ્રભુ, તું મુજ માટ મરે! | |
૨ | સનાતન મરે ! મોટો મર્મ ! અજબ યોજના ! કોણથી સમજાય ? |
દિવ્ય પ્રીતિ ! કેવી અગાધ ! દૂતોથી પણ ન બ્યાન કરાય ! | |
કેવી દયા ! દૂતો ભજો; માનવ પણ ભજનારા થજો. | |
૩ | બાપનું તખ્ત મૂકીને આવ્યો; કૃપા અનહદ, અજબ ખચીત ! |
ત્યાગ્યું સંધું, પ્રેમ જ લાવ્યો; મર્યો કેમ કે માનવ પતિત; | |
કેવી દયા ! મફત ! અપાર ! શોધ્યો મને જે છેક લાચાર ! | |
૪ | પાપની કેદમાં તો ઘણી વાર હું હતો બંદીવાન નિરાશ; |
પણ તુજ આંખનો મળતાં ચમકાર, મુજ મન માંહે થયો પ્રકાશ; | |
બંધન તૂટ્યાં, મળ્યો ઉદ્ધાર, હાલ છું તેની પાછળ ચાલનાર. | |
૫ | દંડાજ્ઞાથી ડરતો નથી, ઈસુ મારો, મારો જ સદાય ! |
જીવું મારા નાથમાં નક્કી, ને તેમાં હું ગણાયો ન્યાયી; | |
અનંત તખ્ત આગળ આવી હું, ખ્રિસ્ત માર્ફત તાજનો હક્ક કરું. |