431: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૩૧ - નવીન વર્ષ == {| |+૪૩૧ - નવીન વર્ષ |- | |સવૈયા એકત્રીસા |- | |કર્તા : એમ. ઝે...")
(No difference)

Revision as of 23:48, 3 August 2013

૪૩૧ - નવીન વર્ષ

૪૩૧ - નવીન વર્ષ
સવૈયા એકત્રીસા
કર્તા : એમ. ઝેડ. ઠાકોર
જુઓ, કાળતરુ પર આજે ઊઘડી નવીન કળી એક,
સૌરભ તેની ખૂબ મઘમઘે માનવ તો હરખાય હરેક;
કંચન કિરણધારી ભાનુ ઊગ્યો કરતાં ઝગઝગાટ,
પામે નૂતન ચેતન તેથી, સકળ પશુ, જન, પંખી, ઝાડ.
શીત સમીર બળિષ્ઠ ઘણેરો, વાયે જોર કરી સહુ ઠાર,
ઊઘડેલી એ પુષ્પ કળી પર, નાચી રાચે અપરંપાર !
બીજી એના જેવી કળીઓ ત્રણસેં ઉપર ચોસઠ જાણ,
ઊઘડશે એ નિત્ય અકેકી, એમાં કૈં સંદેહ ન આણ.
પ્રથમ કળી તે પ્રથમ દિવસ જાન્યુઆરીનો કહેવાય,
નૂતન વરસ કહીએ તેને તે દિન આનંદ, ઉત્સવ થાય;
તારણ સાધક પ્રેમ જણાવા, ઈશ્વર મહિમા ગાવા કાજ,
ખ્રિસ્ત તણી વદવા શુભ વાતો, વરસ નવું બેઠું છે આજ.
પ્રભુએ પાલન પોષણ કીધું, વરસ ગયું તેમાં નિત નિત,
આધિ વ્યાધિ સર્વ નિવારી સુખી રાખ્યાં, કીધી પ્રીત;
તારક, પાળક થઈને તેણે સહુને દીધું જીવનદાન,
એ ઉપકાર ગણી સહુ તેને આપો ગૌરવ, સ્તુતિ, માન.